ઓઇલ સીડ્સ સ્ક્વીઝર - ઘરે જ તેલ કાઢી શકાય તેવું સરળ અને ૧૦૦% ભારતીય બનાવટ નું મશીન

Sale price Rs. 20,990.00 Regular price Rs. 24,990.00

Tax included.

આપણું સ્વાસ્થ્ય, હવે આપણા હાથમાં

  • શું આપ બજાર માં મળતા ખાદ્યતેલ થી કંટાળી ગયા છો ?
  • શું આપ ક્યુ તેલ ખાવું અને ક્યુ તેલ સારું એવા પ્રશ્નો થી મૂંઝવણ અનુભવો છો?
  • તો અમે રજુ કરી રહ્યા છીએ આપણા ઘરે જ તેલ કાઢી શકાય તેવું સરળ અને ૧૦૦% ભારતીય બનાવટ નું મશીન જેનું નામ છે "ઓઇલ સીડ્સ સ્ક્વીઝર".
  • આ ઓઇલ સીડ્સ સ્ક્વીઝર થી આપણે આપણા ઘરે જ કોઈ પણ જાત ના કેમિકલ વગર નું ઘરગથ્થુ ખાદ્યતેલ જરૂરિયાત મુજબ તાજે તાજું કાઢી શકીએ છીએ.
  • આ ઓઇલ સીડ્સ સ્ક્વીઝર થી આપણે દરેક જાત ના તેલીબિયાં જેવાકે મગફળી, તલ, નાળિયેર, બદામ, સનફ્લાવર, સોયાબીન, રાઈ વગેરે માંથી ઘરે જ જરૂરિયાત મુજબ કુદરતી તેલ મેળવી શકીએ છીએ અને આપણા પરિવાર ના દરેક સભ્ય નું સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ.
  • આ મશીન દુનિયા ની શ્રેષ્ઠ ટેક્નોલોજી નો ઉપયોગ કરી અને ફૂડ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ માંથી બનાવવા માં આવેલ છે. 

ફાયદાઓ : 

૧. કુદરતી રીતે કાઢેલું અને ઘરગથ્થુ તેલ ખાવાથી અનેક પ્રકાર ની બીમારીઓ થી બચી શકાય છે.

૨. જરુરીઆત પ્રમાણે ઘરે જ તાજે તાજું તેલ કાઢી શકાય છે.

૩. આ મશીન વાપરવામાં સહેલું, સફાઈ માં એકદમ સરળ અને વજન માં હળવું હોવાથી ક્યાંય પણ

   સરળતાથી લઇ જઈ ઉપયોગ કરી શકાય છે.

૪. ૩ થી ૬ કિલો પ્રતિ કલાક તેલીબિયાં નું તેલ કાઢી શકાય છે.

૫. ઓઇલ સીડ્સ સ્ક્વીઝર ૪ થી ૫ કલાક કોઈ પણ જાત ના આરામ વગર સતત વાપરી શકાય છે.

૬. ઓછા ખર્ચે કોઈપણ તેલીબિયાં નું કુદરતી તેલ મેળવી શકાય છે